ઇનોવેશન સેલ

INNOVATION FESTIVAL  2022-23

Innovation booklet : 2022-23



Innovation Festival  2021-22

Innovation Result sheet

Innovation booklet : 2021-22



Innovation 2018-19







વર્ષ2016-17 રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર

 

"મારો નવતર પ્રયોગ, મારા વિદ્યાર્થીઓ માટે"

 ઇનોવેશન એટલે શું ?
અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે જરૂરી સામગ્રી કે વાતાવરણનું નિર્માણ.નવતર પ્રયોગ એક એવી પ્રક્રિયા છે જે બાળકોના અભ્યાસને પ્રભાવિત કરે.આ માટેની કોઈ પ્રવૃત્તિ કે નવી પદ્ધતિને આપણે નવતર પ્રયોગ તરીકે ઓળખીશું.અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા,તેની સમજ અને અર્થગ્રહણ, ચકાસણી માટેનું મૂલ્યાંકન કે તે અંગેની પદ્ધાતીને નવતર પ્રયોગ તરીકે સ્વીકારીશું.કોઈ એક એવી રીત,ઘટના કે પ્રક્રિયાથી શિક્ષણમાં સમુદાયણી સહભાગીદારી વધે અને તેનું ચોક્કસ પરિણામ મળે તેને નવતર પ્રયોગ તરીકે સ્વીકારીશું.


ગુજરાત રાજ્યમાં અનેક પ્રાથમિક શાળાઓમાં નવતર કાર્યો થાય છે.અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ધ્વારા શિક્ષણની સાથે સિધ્ધી-આંક(લર્નિંગ આઉટકમ)નું ગુણવત્તા સભર પરિણામ મળે,આવા અભિનવ કાર્યોનો ફેલાવો થાય, રાજ્યની સરકારી પ્રાથમિક શાળા ના શિક્ષકો નવતર અને અભિનવ પ્રયોગો કરવા માટે પ્રોત્સાહિત થાય, તેવા હેતુ સાથે ગુજરાત શૈક્ષણિક નવીની કરણ આયોગ(GEIC), ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) અને રવિજે મથ્થાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન-ભારતીય પ્રબંધન સંસ્થાન-અમદાવાદ (RJMCEI-IIMA) દ્વારા એક સહિયારો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ સાથે અમે આપને આપના દ્વારા કરવા માં આવેલ નવતર પ્રયોગોને નોધાવવા માટે આમંત્રણ આપીએ છીએ. આપ જે કોઈ નવતર પ્રયોગ સબમિટ કરશો તે નવતર પ્રયોગ સાથે આપનું નામ પણ જોડવામાં આવશે. આમારું આયોજન છે કે આપ દ્વારા સબમિટ કરવા માં આવેલ નવતર પ્રયોગોનું સંકલન કરી તેને પુસ્તક કે અન્ય સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં આવે. નવતર પ્રયોગો કરનાર શિક્ષકો ની કાર્યશાળાઓ નું આયોજન કરી આવા નવતર પ્રયોગો કરનાર શિક્ષકો નું સન્માન કરવામાં આવે.
ગાંધીનગર જિલ્લામાં કાર્યરત શિક્ષકો-સીઆરસી કો.ઓ.-બી.આર.સી.કો.ઓ.-બી.આર.પી-પ્રાથમિક શાળાઓ પોતાના નવતર પ્રયોગોનું રજીસ્ટ્રેશન સીધું જ ડાયટ ગાંધીનગરના ઇનોવેશન સેલની સાઇટ પર કરાવી શકશે.

અગાઉ ટ્રાયલ માટે મૂકેલ ફોર્મમાં નોંધણી કરાવનાર શાળાએ ફરીથી અહીં દર્શાવેલ લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

લીંક : http://teachersastransformers.org/innovationcell/gnagar

________________________________________________________________________

 

ઠાકોર છાયા શંભુજી, બોરુ પ્રાથમિક શાળા, તા. માણસા, જિ. ગાંધીનગર


                        સમગ્ર દેશમાંથી ૨૩૦૦૦ ઇનોવેશન પૈકી ૨૮ ઇનોવેશન પસંદ કરાયા હતા. તા. ૧૯/૧૧/૨૦૧૪ ના રોજ  National  Innovation  Foundation  અંતર્ગત Ignite - 2014 કાર્યક્રમમાં ડૉ. અબ્‍દુલ કલામ, ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ દ્વારા સન્‍માનિત કરવામાં આવી.




 

1 comment: